લોસ્ટ - 46

(32)
  • 3.7k
  • 3
  • 1.8k

પ્રકરણ ૪૬"કોણ હતી? આટલી બૂમો કેમ પાડતી હતી એ?" રાવિકાએ પૂછ્યું."જવા દે ને, ગાંડી હતી એક." રાધિકા પલંગ પર બેઠી અને આગળની વાત જાણવા રાવિકા સામે જોયું."હા, હું ક્યાં હતી.... યાદ આવ્યું... આપણા ઘરેથી નીકળી હું મહાલ્સા પાસે ગઈ, મહાલ્સા પાસેથી મને જાણવા મળ્યું કે માયાએ દગાથી મહાલ્સાની શક્તિઓ છીનવી લીધી હતી. મહાલ્સા પાસેથી એમ માયાના ઘણાં કાંડ જાણવા મળ્યા મને." રાવિકાએ તેની વાત પુરી કરીને ત્રણેય સામે જોયું."મહાલ્સાએ તને આટલી બધી માહિતી કેમ આપી? અમે ગયાં હતાં તો અમને તો કંઈ ન જણાવ્યું." કેરિનએ પૂછ્યું."મહાલ્સાએ મને કંઈ નથી જણાવ્યું, મેં મારી શક્તિઓનો ઉપયોગ કરીને તેની પાસેથી માહિતી કઢાવી લીધી."