સજન સે જૂઠ મત બોલો - 26

(49)
  • 3.6k
  • 1
  • 1.3k

પ્રકરણ છવીસમું/૨૬‘દિવસ રાત તમે જેના માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં છો એ, સપનાનું સરનામું મારી પાસે છે...પણ મારી એક આકરી શર્ત છે.. ..અને શબ્દશ મારી શર્ત મંજૂર હોય તો આપણે સંવાદ સત્સંગ સળંગ રાખીએ.’ સૂર્યદેવ અને દિલાવર બન્નેના શાતિર દિમાગમાં બિછાવેલી શતરંજના ચાલની બિસાતને ઉખાડીને ફેંકી દેવા માટે અજાણ્યાં વ્યક્તિનો કોલ કાફી હતો. છતાં સ્હેજ પણ વિચલિત થયાં વગર બાહોશ અને નીડર સૂર્યદેવ પૂછ્યું..‘તમે માત્ર મારા નામથી જ વાકેફ છો કે કામથી પણ ? ‘ના.. માત્ર કામથી નહીં પણ તમારી કર્તવ્યનિષ્ઠ ન્યાયિક કાર્યપ્રણાલીથી પરિચિત છું, એટલે જ પરિણામની પરવા કર્યા વગર ભડકે બળતી હોળીનું નારિયળ બનવા જીવ હથેળીમાં લઈ, કિસ્સાનો