ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૮

(11)
  • 2.8k
  • 3
  • 1.5k

અચાનક કાવ્યા ના શરીર પર જાળ આવવાથી કાવ્યા કંઈ જ સમજી શકી નહિ. તે જાળ ને કાવ્યા હાથ વડે દૂર કરવાની કોશિશ કરે છે પણ તેને નિષ્ફળતા મળે છે. હાથ વડે જાળી દૂર ન થતાં કાવ્યા તેની પાસે રહેલ શક્તિ વડે જાળ ને દુર કરવાનો પ્રયાસ કરે છે ત્યાં ઉપરથી બીજી એક જાળ તેના પર આવી પડે છે અને કાવ્યા જમીન પર પડી જાય છે. કાવ્યા જમીન પર પડી એવી આખી જાળ કાવ્યા ને જેમ દોરડાથી કોઈને બાંધી દેવામાં આવે તેમ કાવ્યા જાળ વડે બંધાઈ ગઈ. તેના હાથ, પગ કે શરીર નો કોઈ પણ ભાગ હલન ચલન કરી શકતો ન હતો.