બદલો - (ભાગ 27)

(27)
  • 3.8k
  • 1
  • 2k

અભી અને નીયા ત્યાંથી છૂટા પડીને ઓફિસ તરફ નીકળી પડ્યા...સાંજ થઈ ચૂકી હતી....આજનો દિવસ ખૂબ જલ્દી પસાર થઈ ગયો હતો...નીયા એને મળી ગઈ છે એવું વિચારીને અભી તો જાણે આસમાન ઉપર પહોંચી ગયો હતો ...બીજી બાજુ નીયા ને જે કામ કરવા માટે અહી આવી હતી એની શરૂઆત કરવાની ખુશી હતી...નીયા વહેલા ઘરે આવી ગઈ હતી...શીલા ની મદદ કરીને એણે રસોઈ કરી...નિખિલ નો ફોન આવી ગયો હતો કે બંને ભાઈ થોડા મોડા પડશે એટલે શીલા અને નીયા બંને એ ડિનર કરી લીધું....સાડા દસ થઈ ચૂક્યા હતા...નીયા એના રૂમમાં બેસીને કામ કરી રહી હતી...શીલા એની બાજુમાં બ્યુટી ટિપ્સ ની બુક વાંચી રહી