ડ્રીમ ગર્લ - 37

(21)
  • 3.2k
  • 4
  • 1.6k

ડ્રીમ ગર્લ 37 જિગર અને અમી ઘરે આવ્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. જિગરના ઘર તરફ વળતા રસ્તા પછી અવરજવર બહુ નહિવત હતી. જિગરે ઘર તરફ વળ્યા પછી મિરરમાં જોયું. બ્લ્યુ ટી શર્ટ વાળો વ્યક્તિ સીધો જતો રહ્યો હતો. જિગરે ઘરના ઝાંપા આગળ બુલેટ ઉભી રાખી. અમીએ ઝાંપો ખોલ્યો. આજે એને આ ઘરની માલકણ હોવાની અનુભૂતિ થતી હતી. બાઇક ગેરેજમાં પાર્ક કરી જિગર બહાર આવ્યો. " જિગર, હું જાઉં? મોડું થઈ ગયું છે. " " થેન્ક્સ અમી, એન્ડ આઈ એમ રિયલી સોરી. તારા હદયની ભાવના હું