સુખની કલ્પના કે પછી સુખની વાસ્તવિકતામાં વ્યક્ત અને વ્યતિત થતો સમય ભવિષ્યની અકલ્પનીય વેદનાઓને ક્યારેય જોઈ શકતો નથી. અને બંને વચ્ચે રહેલી શક્યતાઓની માયામાં વ્યક્તિ જીવન પસાર કરી નાખે છે. આલય આજે ખુશખુશાલ. પોતાને ગમતી ,પોતાના હૃદયની નજીક અનુભવાતી મૌસમ આજે પહેલી વાર પોતાના ઘરે પગલાં કરવા આવી રહી હતી તેને મૌસમને કહ્યું ,કે હું આવી જાવુ લેવા? પરંતુ મૌસમે ના પાડી કહ્યું, કે ના હું મેનેજ કરી લઇશ. ચાર વાગ્યાનો પૂજાનો સમય હતો બરાબર સાડા ત્રણ વાગ્યે મૌસમ આવી ગઈ. લોંગ ટોપ અને જીન્સમાં આવેલી મૌસમને જોઈ વિરાજબહેન થોડીકવાર અચરજ પામી