કળિયુગની સ્ત્રી - ભાગ 11

(27)
  • 4.8k
  • 1
  • 2.4k

કળિયુગની સ્ત્રી ભાગ-11 ભેદી માણસ "મેડમ, ઇવાના રઝોસ્કીના પહેલા માલની ડીલીવરી રહીમ આવીને લઇ ગયો છે. એટલે એમનું પહેલું કન્સાઇનમેન્ટ આપણા ત્યાંથી રવાના થઇ ગયું." દીનુએ અદિતી સામેની ખુરશીમાં બેસતા દીનુએ કહ્યું હતું. દીનુ જ્યારે આ ખબર આપવા માટે અદિતીની કેબીનમાં પ્રવેશ્યો હતો ત્યારે સંગ્રામ અને અદિતી અફીમની ખેતીના ઉત્પાદન વિશે વાત કરી રહ્યા હતાં. "સંગ્રામ, થોડી મિનિટ માટે તું બહાર જા. મારે મેડમ સાથે થોડી ધંધા રીલેટેડ વાત કરવાની છે." દીનુએ સંગ્રામ સામે જોઇને કહ્યું હતું. સંગ્રામ ખુરશીમાંથી ઊભો થવા જતો હતો પણ અદિતીએ એને ઇશારો કરીને અહીં જ બેસવા કહ્યું હતું. "દીનુ, સંગ્રામ હવે આપણા બીઝનેસમાં ભાગીદાર છે.