હાઇવે રોબરી - 44

(14.6k)
  • 4.7k
  • 3
  • 2.3k

હાઇવે રોબરી 44 રોય સાહેબ અડધા કિલોમીટર દૂર એક મોટી ટીમ સાથે રાઠોડના સિગ્નલની રાહ જોઈને ઉભા હતા. રાઠોડ સાહેબ અને પટેલની ટીમ ઝાડવાંઓ પાછળ શાંતિથી ઉભી રહી.. પટેલ જેની પાછળ હતા એ માણસ મોબાઈલમાં વધારે મશગુલ હતો. રાઠોડે પટેલને એની નજીક ઉભા રહેવાનો ઈશારો કર્યો. રાઠોડ જેની પાછળ હતા એનું ધ્યાન મોબાઈલમાં હતું પણ વારેઘડીએ એ આજુબાજુ પણ જોતો હતો. રાઠોડ સાહેબ પહેલાં એને ઝબ્બે કરવા માંગતા હતા. રાઠોડ સાહેબની ટીમ ચુપકીથી આગળ બધી. મોબાઈલમાં ધ્યાન હોવા છતાં એને લાગ્યું કે પાછળ કંઇક આહટ થઈ છે.