આજે સેજલના સપના ઉપર પાણી ફરી વળ્યુ હતું. તેણે કદીપણ પણ વિચાર્યું ન હતું તેવું તેની સાથે બની ગયું હતું. ગાંધીનગરમાં ભણેલી અને રહેલી સેજલને પોતાના સાસરે ગામડે રહેવા માટે આવી જવું પડ્યું હતું. સેજલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતી અને તેની મુલાકાત બિરેન સાથે બસ સ્ટેન્ડ ઉપર થઇ.બિરેન પટેલ કોલેજનો ટોપર સ્ટુડન્ટ ગણાતો હતો. સેજલ આજે ખૂબજ ખુશ હતી કે તેની કોલેજનો રેન્કર સ્ટુડન્ટ તેનાં ગામની આગળના વિસ્તારનો હતો અને તેની સાથે તેની મુલાકાત થઈ હતી. સેજલ અને બિરેન બંને હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરતા હતા. શનિ રવિ હતાં એટલે બંને પોતપોતાના ઘરે જતા હતા. સોમવારે ફરીથી પાછા બંને પોતાની