પ્રેમની ક્ષિતિજ - 24

  • 2.7k
  • 2
  • 1.1k

સતત સાથે હોવાનો અહેસાસ એટલે સંવાદોની સાતત્યતા. કોઈ સાથેની ગાઢ મૈત્રી કે પ્રેમ કદાચ સંવાદની જ સાનુકૂળતા છે. પ્રેમ માટેનું અક્ષયપાત્ર એટલે સંવાદ, અને જ્યારે એકબીજા સાથેની વાતો જ ખૂટી જાય ત્યારે પ્રેમ કે મૈત્રી આપોઆપ અદ્રશ્ય થઇ જાય છે. કે.ટી. ના વ્યક્તિત્વની આલય ઉપર જબરદસ્ત અસર થઈ. પોતાના પ્લસ-માઇનસ પોઇન્ટને શોધતો થઈ ગયો. આ બાબતે જ તે ઉર્વીશભાઈ સાથે વાત કરે છે,"પપ્પા તમે કે. ટી. નું નામ સાંભળ્યું?"ઉર્વીશભાઈ બોલ્યા, " હા દીકરા તેને કોણ ન ઓળખે? ગારમેન્ટના બિઝનેસમાં થોડા સમયમાં નંબર સુઘી વન પહોંચનાર એક શિસ્તબદ્ધ વ્યક્તિ."આલય હસતા હસતા બોલ્યો પપ્પા