કળિયુગની સ્ત્રી - ભાગ 3

(21)
  • 5.1k
  • 1
  • 3.2k

કળિયુગની સ્ત્રી ભાગ-3 ઝેરીલું ચક્રવ્યૂહ અદિતીએ દીનુને ગાડી સાઇડમાં ઊભી રાખવાની કહ્યું હતું. દીનુએ ગાડીને સાઇડમાં ઊભી રાખી અને અદિતીની સામે જોયું હતું. "જો દીનુ મારો પ્લાન અને મારી ચાલ સમજવા માટે સૌથી પહેલા અમુક સવાલોના જવાબ શોધવાની કોશિષ કરવી પડશે જેમકે J.K. મોરેશીયસથી કુન્નુર કેમ આવ્યો છે? એના માથે કુણાલનું ખૂન કર્યાનો આરોપ છે છતાં પણ એ કુન્નુર આવ્યો છે? એની પાછળ ચોક્કસ કોઇ રહસ્ય હશે. J.K. જ્યારે કુન્નુર આવે છે ત્યારે એ જ સમયે પોલીસ અધિકારીની બદલી થાય છે. સૂર્યવીરસિંહ જેવા ભ્રષ્ટ અધિકારીના બદલે તારા કહેવા પ્રમાણે પ્રામાણિક પોલીસ ઓફિસર નીના ગુપ્તા ડ્યુટી જોઇન્ટ કરે છે. આ