કળિયુગની સ્ત્રી - ભાગ 2

(19)
  • 5.1k
  • 3
  • 3.2k

કળિયુગની સ્ત્રી ભાગ-2 ગહેરી ચાલ દીનુના મુખ ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા હતાં. દીનુએ ગાડીની સ્પીડ વધારી. એ ફેક્ટરી પહોંચવા માટે ઉતાવળો થયો હતો. કારણકે ફેક્ટરી જલ્દી પહોંચીને આવેલી મુસીબતથી અદિતીને માહિતગાર કરવા એ તત્પર થઇ ગયો હતો. ફેક્ટરીના ગેટમાં પ્રવેશ કરતાં જ ગાડી તરત સિક્યોરીટીને આપી એ અદિતીની કેબીન તરફ લગભગ દોડી રહ્યો હતો. હાંફતો હાંફતો જ્યારે દીનુ અદિતીની કેબીનમાં દાખલ થયો ત્યારે અદિતી ફોન ઉપર વાત કરી રહી હતી. ફોન ઉપર અદિતીની વાત પાંચ મિનિટ સુધી ચાલી હશે પણ એ પાંચ મિનિટ દીનુ માટે પાંચ જનમ જેવી પસાર થઇ ગઇ હતી. અદિતીએ મોબાઇલ બાજુમાં મુકી અને દીનુ તરફ