સૂર્યવંશી- રાકેશ ઠક્કરબૉલિવૂડને કોરોના કાળ પછી દર્શકોને થિયેટર સુધી ફરી ખેંચી લાવવા જેવી ફિલ્મની જરૂર હતી એવી જ 'સૂર્યવંશી' છે. દર્શકોને થિયેટરોના રસ્તે પાછા વાળવા અક્ષયકુમારની 'સૂર્યવંશી' જેવી મસાલા ફિલ્મની જરૂર હતી. નિર્દેશક રોહિત શેટ્ટીએ મોટા બજેટમાં થિયેટરો માટે ખાસ બનાવેલી આ ફિલ્મને રજૂ કરવા દોઢ વર્ષ સુધી રાહ જોઇ એ મોટી વાત છે. 'સૂર્યવંશી' જેવી ફિલ્મની સાચી મજા OTT પર આવી શકે એમ નથી. ફિલ્મ એક મહિના પછી OTT પર ભલે આવવાની હોય પણ એને થિયેટરમાં જ જોવા જેવી છે. વાર્તા, અભિનય, ગીત-સંગીત વગેરેને અનુલક્ષીને સમીક્ષકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. પરંતુ દર્શકોના મનોરંજન માટે આ એક 'પૈસા વસૂલ' ફિલ્મ છે એ વાતનો કોઇથી