પ્રાયશ્ચિત - 32

(94)
  • 9.3k
  • 3
  • 8k

પ્રાયશ્ચિત પ્રકરણ 32બીજા દિવસે કેતને બેંક ઓફ બરોડામાં કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટના નામનો એકાઉન્ટ ખોલાવ્યો. એ સુરત ગયો ત્યારે બેંકના એપ્લીકેશન ફોર્મમાં સિદ્ધાર્થની સહી એણે લઈ જ રાખી હતી. કેતને એમાં દસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ચાર દિવસ પછી કેતને હોસ્પિટલ ટેક ઓવર કરી લીધી. ટ્રાન્સફર વગેરે ખર્ચ સાથે ટોટલ સાડા નવ કરોડમાં આ સોદો થયો. આખું ડીલ સી.એ. નાણાવટી સાહેબને વચ્ચે રાખીને કર્યું. " કે. જમનાદાસ ચેરીટેબલ હોસ્પિટલ" નામ અપાયું. તમામ રકમ ટ્રસ્ટના એકાઉન્ટમાંથી ચેકથી આપી.હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ એડમિટ થયેલા હતા. એટલે રિનોવેશન માટે દસ દિવસ રાહ જોવી પડી. તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી હોસ્પિટલને ત્રણ મહિના માટે બંધ કરી