એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૦

  • 4.7k
  • 2.2k

સાંજનો સમય હતો.રસ્તા પર વાહનોના લીધે ખૂબ જ ટ્રાફિક હતો.ટ્રાફિકના લીધે જાણે આખું વાતાવરણ હવાથી અને ઘોંઘાટથી પ્રદુષિત થઈ ગયું હોય એવું લાગતું હતું.રસ્તાની બંને બાજુ શાકભાજીની,ફળફળાદીની લારીઓ ઉભી હતી.બધાને જાણે એ દિવસે જ ખરીદી કરવાની હોય એમ બહુ વધારે પડતી જ ભીડ દેખાઈ રહી હતી.આટલા ગીચ ટ્રાફિકમાં વાહનોની વચ્ચે સલોની ટેક્સી લેવા માટે રસ્તો ક્રોસ કરવા ઉતાવળમાં જઈ રહી હતી.નિત્યા એને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.સામેથી નિત્યાને એક ટ્રક આવતું દેખાયું એટલે એ ડરી ગઈ અને સલોનીને જાણ કરવા માટે વાહનોને હાથ બતાવતી બતાવતી સલોની તરફ જઈ રહી હતી.દેવ અને નકુલે પણ આ ટ્રક જોઈ લીધું હતું.ટ્રક એટલું જોરથી