પ્રાયશ્ચિત પ્રકરણ -31 કેતન ઘરે પહોંચ્યો ત્યારે રાતના સવા અગિયાર વાગી ગયા હતા. એ આવીને તરત જ એ.સી. ચાલુ કરીને સુઈ ગયો કારણ કે રોજ સવારે એ સાડા પાંચ વાગે ઊઠી જતો હતો. ઊઠીને રોજ એક કલાક એ યોગા અને મેડીટેશન કરતો હતો. સ્વામીજીએ ખાસ એને રોજ ધ્યાનમાં બેસવાની સલાહ આપી હતી !! એ પછી એ થોડું જોગીંગ કરવા જતો હતો. એ બધો સવારનો રૂટિન કાર્યક્રમ પતાવી એણે નાહી લીધું. રોજ સવારે એ જાતે જ ચા બનાવી લેતો. ચા બની જાય એટલે ચા પીતાં પીતાં જ ન્યુઝપેપર વાંચવાની એને ટેવ હતી. છાપું વાંચતાં વાંચતાં અચાનક એની નજર એક જાહેરાત ઉપર