વસુધા - વસુમાં - પ્રકરણ-15 

(67)
  • 6.2k
  • 1
  • 3.5k

વસુધાપ્રકરણ-15 પીતાંબર વસુધા અને દુષ્યંત ટોકીઝ પહોંચી ગયાં. ત્યાં પીતાંબરનો મિત્ર નલીન એની પ્રેમીકા નલીની સાથે ટીકીટ લઇને રાહ જોતો હતો. મૂવીનો સમય થઇ ગયો હતો. બધાં સીનેમા હોલમાં પહોચી ગયાં. ત્યાં U રોમાં છેલ્લી પાંચ સીટ હતી છેલ્લી વસુધા પછી પીતાંબર પછી દુષ્યંત અને પછી નલીન અને નલીની બેઠાં. વસુધાએ પીતાંબરને કહ્યું આમ નહીં બીજી રીતે બેસીએ દુષ્યંત મારી બાજુમાં બેસજો એ એકલો પડી જશે. પીતાંબરે કહ્યું અરે હું એની સાથે બેઠો છું. એને મારી કંપની માં બેસવા દે એ બરાબર બેઠો છે હું તને કે એને કોઇનો એકલા નહીં પડવા દઊં એટલે તો બેઊની વચ્ચે હું બેઠો છું.