સજન સે જૂઠ મત બોલો - 24

(43)
  • 4.2k
  • 1
  • 1.5k

પ્રકરણ ચોવીસમું/૨૪‘મર ગયાં સાહિલ.... મર ગયાં સાહિલ..... મર ગયાં સાહિલ....’ જેમ તીક્ષ્ણ ધારદાર હથિયાર હૈયાં સોંસરવું આરપાર વીંધાઈ જાય ત્યારે જે ગળું ચીરતી ચીસ નીકળે એવાં.... ચિત્કાર સાથે બાજુમાં પડેલા કાચના જગને સામેની દીવાલ પર ટીંગાડાડેલા ફૂલ લેન્થ અરીસા પર બળપૂર્વક ઘા કરતાં સપનાએ ચીસ પાડી...‘સાહિલલલલલલલલલલલલલલલલલલલલલ’સપનાની કલ્પાંત જેવી ચીખમાં તૂટલાં દર્પણની સેંકડો કરચો ચુભ્યાનું દર્દ હતું. માત્ર ગણતરીના કલાકો પહેલાં સો ટચના સોના જેવું સ્મિત લઈ, આંખોમાં ભવિષ્ય ઉજાગર કરવાના શમણાંનું આંજણ આંજીને આવેલો સાહિલ આ દુનિયામાં હયાત નથી, એ વજ્રઘાત જેવી વાતની પારાવાર પીડાથી પીડાતી સપનાના અનપેક્ષિત પ્રહાર જેવા પ્રત્યાઘાતે બે પળ માટે અત્યંત ક્રોધિત બિલ્લુને પણ વિચલિત કરી દીધો.ક્રોધાવેશમાં હોવાં