પુનર્જન્મ - 42

(30)
  • 3.8k
  • 3
  • 2.1k

પુનર્જન્મ 42 " બાથટબ તૈયાર થયું ? કેટલી વાર છે હજુ ? " ખૂબ જ ઉંચા અવાજે બોલાયેલા આ શબ્દોમાં ભયંકર ગુસ્સો હતો અને સ્હેજ તોછડાઈ પણ હતી. સુધીર કે મોનિકાની કેરટેકર માટે મોનિકાનું આ રૂપ નવું હતું. ઘોડાને ચાબુક વાગે અને ઘોડો ઝડપથી ભાગે એમ કેરટેકરની કામની સ્પીડ વધી ગઈ. " મેમ બે જ મિનિટ, પાણીનું ટેમ્પરેચર સેટ નથી થયું. " " વોટ રબીશ, ટેમ્પરેચર સેટ નથી થયું. " મોનિકાએ બાજુમાં ટેબલ પર પડેલો ગ્લાસ છુટ્ટો ફેંક્યો. ફર્શ પર પડી એ ગ્લાસના ટુકડા થઈ ગયા.