સંબંધની પરંપરા - 12

  • 3.8k
  • 1
  • 1.9k

હવે મામલો શાંત પડી ગયો છે.એવું વિચારી મોહન જાનબાઈની રજા લઈ ત્યાંથી જવા રવાના થાય છે અને ઘરે પહોંચે છે. સીતા મેડમ બધા સાથે ખુશ-ખુશાલ વાતો કરે છે. મોહન ડેલામાં આવી સીધો નળ પાસે જઈ હાથ મોઢું ધુવે છે. દોરી પરથી ટુવાલ લઈ ઓસરીની કોરે બેસી નિરાંતે પાણી પીધું. ત્યાં જ તેના મુખમાંથી 'હાશ્'નો શબ્દ સરી પડ્યો. બધાનું ધ્યાન મોહન પર જ હતું.એક પશ્નાથૅ દ્રષ્ટિથી બધા તેને જોઈ રહ્યા હતા.એટલામાં તેના ભાભીને દિયરની મશ્કરી કરવાનું સુઝ્યું. ભાભી : "મોહનભાઈ પ્રેમમાં પાગલપન કરતા પ્રેમીની વાતો તો સાંભળેલી. પણ, તમે આવું કરો એનો ભરોસો ન્હોતો." મોહન : (મસ્તીમાં) "બસ , ભાભી