સંબંધની પરંપરા - 11

  • 3.1k
  • 1
  • 1.6k

અચાનક મોહન પાછળ આવી ઊભો રહી ગયો. મીરાંને બેચેન જોઈ તેનાથી રહેવાયું નહિ એટલે બોલી ગયો. "ચાલ, અહીં કેમ ઉભી છે..? ઘરે જવાનો ઇરાદો નથી". મીરાં ખુશ થવાને બદલે પાછળ ફર્યા વગર જ ગુસ્સામાં બબડવા લાગી... "બધા ક્યારના રાહ જોવે છે..મને પુછતાં હતા કે તમે ક્યાં ચાલ્યા ગયા..? ડ્રાઇવર પણ ખિજાઈને જલ્દી બોલાવોની બૂમો પાડે છે..! ".એક શ્વાસે તે આટલું બોલી ગઈ અને પછી પાછળ ફરી જોયું. ત્યાં તો ,મોહનના એક હાથમાં મીઠાઇનું બોક્સ અને બીજા હાથમાં ચાની બે પ્યાલીઓ હતી.પણ, સમય ઓછો હોવાથી ઝધડાનો કોઈ અવકાશ ન હતો. બંને ઝડપથી બસમાં બેસી ગયા અને બસ ચાલતી