સંબંધની પરંપરા - 7

  • 3k
  • 1
  • 1.7k

મોહન હવે વાત સાંભળવા વધુને વધુ વ્યાકુળ બન્યો હતો...એટલે તે વિનંતિ કરતો હતો.જે જોઈ તેના શિક્ષક,મીરાંના સીતા દાદીએ વાતની શરૂઆત કરી.. એક શિક્ષકનું સમાજમાં બહુ માન અને પ્રતિષ્ઠા હોય છે. ખાસ કરીને નાનકડા ગામમાં તો દરેક ઘર સભ્યો સહિત એને ઓળખતા હોય.એટલે મારી પ્રતિષ્ઠાને બચાવવા અને જાતને જીવાડવા મેં આ નાનકડો પ્રયાસ કરેલો. આટલા સમયથી મેં મારી જાતને નવી ઓળખથી જીવંત રાખી છે તો આજે તે કહી ને હું મારા મોભાને કલંકિત શા માટે કરું..? મોહને કહ્યું "તમે મને ક્યાં નથી ઓળખતા...? હું કેવી રીતે તમારી પ્રતિષ્ઠાને ઠેંસ પહોચાડું...? હું મારા તરફથી આ મુઠ્ઠી બંધ રાખવા પૂરેપૂરો પ્રયાસ