સંબંધની પરંપરા - 4

  • 3.6k
  • 1
  • 1.9k

મોહન મકકમ ચાલે આશ્રમ તરફ ડગ માંડ્યે જાય છે.અને આશ્રમનાં દરવાજે આવી અટકી જાય છે. તે માથું પાછળ ફેરવી મીરાં તરફ જુએ છે તો એના ચહેરા પર એક અદ્ભુત આનંદ દેખાઈ રહ્યો હતો.એ ફરી પાછો ચાલવા લાગ્યો. આશ્રમની ઓફિસમાં જઈ મોહને મીરાંને આગળ કરી દીધી..અચાનક મીરાંને સામે આવી ઊભેલી જોઈ મગન કાકા કે જે આશ્રમના માલિક છે તે આશ્ચયૅચકિત થઈ જાય છે.ઓફિસમાં રેગ્યુલર તેમની અચૂક હાજરી હોય. મીરાંને તે પોતાની સગી દીકરીની જેમ સાચવતા તો સામે મીરાંને પણ તેમના પ્રત્યે પિતાતુલ્ય અહોભાવ હતો. મીરાંને આમ,ઓચિંતી આવેલી જોઈ તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે કાંઈ મુશ્કેલી તો નહી હોય