પ્રકરણ ૪૩માનસા, મેહરબાની કરીને મને આઝાદ કરીદે નહીં તો અનર્થ થઇ જશે." ત્રિસ્તાએ હાથ જોડ્યા.માનસાએ ત્રિસ્તાની વાતને એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખી, ત્રિસ્તાએ કેટલીયે વાર પોતાને બાર કાઢવા શાંતિથી માનસાને વિનંતી કરી પણ પરિણામ શૂન્ય."માનસા, હું છેલ્લીવાર વિનંતી કરી રઈ છું મને બા'ર કાઢ." ત્રિસ્તાએ રાડ પાડી."નહીં તો શું કરી લઈશ?" માનસાએ હસતા હસતા પૂછ્યું."ઠીક છે, હું હવે કરી લઈશ મારી રીતે જે કરવાનું છે એ. હવે હું તને કાંઈજ નઈ કઉં માનસા." ત્રિસ્તા ચૂપ થઇ ગઈ."સારુ, તું મારી જૂની દોસ્ત છે એટલે હું તને આઝાદ કરી દઉં છું. આમેય હવે તને કેદ રાખવાનો કોઈ મતલબ નથી, યજ્ઞ