સાચી સમજ

  • 4k
  • 1.4k

આજે તો હિતુ ભાઈ ના ઘર ની રંગત જ અલગ હતી, અને હોઈ પણ કેમ નહિ! તેમની લાડકી દીકરી રિષવા ને જોવા આજે છોકરા વાળા આવવાના હતા,રિષવા અને ઋતુ હિતુભાઈ અને હીનાબેન ની લાડકી દીકરીઓ પૈસેટકે હિતુભાઈ સુખી, સાડી નો નાનો એવો ધંધો ધમધોકાર ચાલતો,એટલે હિતુભાઈ ને કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંબા કરવા નહતા પડ્યા,અને ત્રણ રૂમ વાળો મજાનો ફ્લેટ હતો,ઘર માં બધું જ રાચરચીલું હતું,અને નાનું એવું સુખી કુટુંબ હતું,બસ સમાજ ની દ્રષ્ટિએ અધૂરું હતું!!એક દીકરા ની ખોટ જો હતી... રિષવા એટલે રૂપ નો કટકો,હરણી જેવી આંખો,મોતી જેવા દાત,ગુલાબી હોઠ,નવી ફેશન મુજબ કપાવેલા કમર સુધી ના