હસતા નહીં હો! - 21 - જ્યોતીન્દ્ર ઉર્ફે જીતુભાઈ

  • 5.3k
  • 2.5k

"હકીકતમાં વાત એમ હતી જ નહીં?"મેં શાણપણથી કહ્યું."ત્યારે તું ફાટને,શું વાત હતી?"માતુશ્રી (પિતાજીની હાજરી હોવાથી) જરા ઉગ્ર થઈને બોલ્યા - ના, મહિષાસુરનું મર્દન કરવા જતી દુર્ગાની જેમ બોલ્યા."એમાં વાત ખરેખર એમ હતી કે ભગવાન બ્રહ્મા જ્યારે મહાહાસ્યોપાધ્યાય જ્યોતીન્દ્ર દવેનું....""એ ઊભો રે કોડા!...આ જીતુભાઇ કોણ?"પિતાજી તાડુકયા."પપ્પા,જીતુભાઈ નહિ,જ્યોતીન્દ્ર ભાઈ.હાસ્યવિવેચક મધુસુદન પારેખે એટલે જ કહ્યું છે કે હાસ્યક્ષેત્રે જ્યોતિઓ....""હવે આ વાણિયો વચ્ચે ક્યાં ઘુસાડ્યો તે? પેલા તો દવે હતા ને?બ્રાહ્મણ ને?""અરે,મારી મા!એ તો બ્રાહ્મણ જ,પણ આ તો વિવેચલ,પેલા તો સર્જક!""હવે ભાઈ તું એ બધું જવા દે તારું વૈતરું ને સરપોલિયું ને એ બધું...સીધી મુદા પર આવીને વાત કર.""અરે પણ બાની પૂંજી સમાન બાપુજી!વૈતરું