મર્ડર માસ્ટરી (આઝમપુર) - 4

(17)
  • 4k
  • 4
  • 946

આઝમપુર શહેરના પશ્ચિમી છેડે જૂનું કબ્રસ્તાન આવેલું હતું. કબ્રસ્તાનમાં ઠેર-ઠેર નાની મોટી બિન ઉપયોગી વનસ્પતિઓ ઉગી નીકળી હતી. એ કબ્રસ્તાનમાં ઘણા સમય પુરાણી કબરો અને મકબરાઓ હતા. કબ્રસ્તાનને અડીને જ નદી વહી રહી હતી. આ નદીની આસપાસ થોડાંક કોતરો પણ હતા. એમાંના એક કોતરમાં બે માણસો વાત કરી રહ્યા હતા. એક માણસ પોલીસ વર્દીમાં સજ્જ હતો. જયારે બીજા માણસે કાળા ઓવર કોટથી સંપૂર્ણ રીતે પોતાનું શરીર ઢાંકી દીધું હતું. જે માણસ પોલીસ વર્દીમાં હતો એ બીજું કોઈ નહિ પણ ખ઼ુદ પોલીસ કોન્સ્ટેબલ આરીફ હતો. "આગળ હવે પોલીસ શું પગલાં લેશે?" કાળા ઓવરકોટધારી માણસે કોન્સ્ટેબલ આરીફને પૂછ્યું. "અમૂક સબુતો પોલીસના હાથમાં