પ્રાયશ્ચિત - 28

(87)
  • 9.8k
  • 2
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ-28" હા નાણાવટી સાહેબ.. હોસ્પિટલ નો પ્રોજેક્ટ આપણે પડતો મૂકીએ છીએ અને જે નવા નવા આઈડિયા મેં તમને આપ્યા એમાંથી જે જે શક્ય હોય તેના ઉપર અમલ ચાલુ કરો. આપણે તો માત્ર લોક સેવા જ કરવી છે તો એ બીજી રીતે પણ થઈ શકે છે. " કેતન બોલ્યો. " હા હું ચોક્કસ એ દિશામાં કામ ચાલુ કરું છું. દરેક નવા નવા પ્રોજેક્ટ માટેની અલગ-અલગ ફાઈલ બનાવવી પડશે. આ બધું એક ટીમ વર્ક છે એટલે મારે કેટલાક લોકોને પગાર આપીને રોકવા પડશે. મને થોડો સમય આપો એટલે હું એક કાચો ડ્રાફ્ટ બનાવીને તમને બતાવી દઉં. " નાણાવટી બોલ્યા. " દ્વારકામાં મારા પોતાના