વસુધા - વસુમાં - પ્રકરણ-14

(59)
  • 6.7k
  • 3
  • 4k

વસુધાપ્રકરણ-14 ગુણવંતભાઇએ ચા પીધાં પછી પુરષોત્તમભાઇને કહ્યું ભાઇ પુરષોત્તમ હવે અમે રજા લઇએ અને હવે પછી આ બંન્ને છોકરાઓને હળવાભળવા દેજો કોઇ ચિંતા ના કરશો. હમણા સરલા અહીં છે એટલે લગ્નની પણ તૈયારી અને બધાં પ્રસંગો એટલે કે ગ્રહશાંતિ, મહેંદી, ગરબા, લગ્ન, વગેરે કેવી રીતે કરવા એ બધુ નક્કી કરીશું વળી વસુધા માટેનાં ઘરેણાં કપડાં બધુ અમે પણ તૈયારી કરીશું. પીતાંબરનું પણ સાથે સાથે થશે. ભાનુબહેને કહ્યું અમે છોકરાવાળા છીએ ભલે પણ અમારે પણ એકનો એક છોકરો છે એટલે પૈસા સામું જોયા વિના ખુબ ધામધૂમથી લગ્ન કરીશું. અને હાં ગ્રહશાંતિ લગ્ન પછીજ ગોઠવ્યુ જેથી પીતાંબર અને વસુધા બેસી શકે. બીજું