કડવી

  • 3.3k
  • 928

વહેલી સવાર તો રોજ ઘરકામ થી જ શરૂ થતી કડવીની. બધા માટે ચા નાસ્તો બનાવી ને બપોર ની રસોઇ પણ આટોપી ને ફળીયા સાફ કરવા થી લઈને કપડાં,વાસણ... રોજનો તેનો દિવસ વહેલી સવારે ૪ વાગ્યાથી શરૂ થાય તો પૂર્ણ રાતના દશેક વાગી જાય... વળી રાત્રે સૂતી વખતે પણ દૂધ જમાવવું થી લઈને સવાર ના કામ ના આયોજન અંગેની વિચારણા તો મન માં ચાલતી જ હોય... કડવી ના આ કામ ની રોજની આ દિનચર્યા જાણે તેને નવી ઊર્જા આપતી... વળી ઘરમાં સૌ ભાાઈ-બહેનો માં પોતે મોટી હોવાથી તમામ જવાબદારીઓ પણ તેને સંભાળવાની હોંશે હોંશે પોતાના દરેક કામમાં તો આગળ રહેતી જ