ગંધર્વ-વિવાહ. - 9

(124)
  • 11k
  • 4
  • 4.6k

પ્રકરણ-૯. પ્રવીણ પીઠડીયા.                     દક્ષિણ તરફથી વહેતો પવન વરસાદનાં પાણીને વધું જોરથી જમીન ઉપર ફેંકી રહ્યો હતો. પાણીમાં લથબથ ભિંજાયેલા અંકુશ રાજડા અને તેની સામે સાવ કોરાકટ ઉભેલા પૂજારી વચ્ચે અજીબ દાસ્તાન મંડાય હતી.                       “જે વર્ષોથી થતું આવ્યું છે એ જ થયું હતું. વાસુનાં બાપે વાસુનાં લગ્ન તેનાથી વિસ વર્ષ મોટા આધેડ સાથે નક્કી કર્યા હતા. એ કોઈ કાળે તેને મંજૂર નહોતા એટલે ઘરેથી ભાગીને તે સીધી જ મારી પાસે આવી હતી.” પૂજારી તેના પૂત્રનું વૃતાંત સંભળાવી રહ્યો હતો.