શીર્ષક : અંગત એટલે કોણ? ©લેખક : કમલેશ જોષી અંગત એટલે કોણ? જે આપણી પાસે, આપણી સાથે, આપણા ઘરમાં રહેતા હોય એ? કે પછી જેના વાણી, વર્તન અને વિચારો આપણા સાથે સુસંગત હોય એ? એક મિત્રે કહ્યું ‘જેના વાણી, વર્તન અને વિચારોની ફ્રિકવન્સી આપણા વાણી, વર્તન અને વિચારો સાથે જોરદાર ટ્યુન થઈ ગઈ હોય એવી વ્યક્તિ.’ આવા ટ્યુનીંગ વાળી વ્યક્તિ સાથે કદી ગેરસમજ થતી નથી. તમે એની સામે સંપૂર્ણપણે, તમારી તમામ ખૂબીઓ જ નહિ ખામીઓ સાથે, સહજતાથી વ્યક્ત થઈ શકો, એ તમારું અંગત. પછી ભલે એ તમારા ઘરમાં તમારી સાથે રહેતું ન પણ હોય.મેં એવા ઘણાં જોયા છે જે તમારા દુઃખમાં