અંગત ડાયરી - જીવનનો વળાંક

  • 4.4k
  • 1
  • 1.5k

શીર્ષક : જીવનનો વળાંક ©લેખક : કમલેશ જોષી એક દિવસ અમે પ્રવાસમાં જતા હતા. "ઓહો, ચૂકી ગયા..." કહેતા હાઇ-વે પર દોડતી બસના ડ્રાઇવરે તરત જ લીવર ઘટાડી બ્રેક મારી બસને લેફ્ટ સાઇડ પર ઊભી રાખી. લગભગ બસ્સો મીટર સુધી બસ, ક્લિનરના ઈશારે રિવર્સમાં ચલાવી યુ ટર્ન લીધો અને રોડ ક્રોસ કરી સામેના રોડ પર બસ લીધી. બે મિનિટ ચલાવી ડાબી તરફનો સ્ટેટ હાઇ-વે પકડી લીધો. બસ ફૂલસ્પીડે સાચા રસ્તે દોડવા લાગી. "રિવર્સમાં ગાડી ચલાવવી એ કેટલું અઘરું કામ છે!" એ વિષય પર લગભગ દસેક મિનિટ સુધી ચર્ચા ચાલી. તમારી ગાડી ગમે તેટલી નવી હોય, તેમાં ગમે તેટલું પેટ્રોલ ભર્યું હોય, જો