પ્રાયશ્ચિત - 27

(76)
  • 10.1k
  • 2
  • 8.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 27વેદિકાએ ફોન ઉપર જે સમાચાર આપ્યા એનાથી થોડી ક્ષણો માટે કેતન ગમગીન બની ગયો. વેદિકા એને ગમતી હતી અને એના માટે થોડું આકર્ષણ પણ હતું. છતાં બે વર્ષની રિલેશનશીપની વાત એણે જાણી એ પછી એનું મન પાછું પડી ગયું હતું. એટલે એની ગમગીની બહુ લાંબો સમય સુધી ટકી નહીં. બે વર્ષનો ગાળો ઘણો લાંબો ગણાય. માનસિક રીતે બંને એકબીજાનાં બની ગયાં હોય એટલે હવે નવા સંબંધમાં પ્રેમની એ ઉષ્મા જોવા ના મળે. અને આમ પણ પહેલા પ્યારને જલ્દી ભૂલાવી શકાતો નથી. ચાલો જેવી ઈશ્વરની ઈચ્છા !! કેતને પોતાની પ્રવૃત્તિઓમાં મન પરોવી દીધું. પંદરેક દિવસનો બીજો સમય પસાર થઈ ગયો. પંદર