વિસામો.

(11)
  • 3.1k
  • 1
  • 712

સોળે કળાએ સંધ્યા ખીલેલી હતી, લગભગ સાંજનો સાત, સાડાસાત વાગ્યાનો સમય હતો, પક્ષીઓ પોતાના માળામાં પાછા વળી રહ્યા હતાં, પક્ષીઓના મીઠા કલરવથી આખુંય વાતાવરણ ગુંજી રહ્યું હતું, ફુલોથી સુશોભિત બગીચો અને અદમ્ય ઠંડક પોતાની તરફ સૌને આકર્ષી રહ્યા હતાં, એકબાજુ નાના બાળકો રમી રહ્યાં હતાં અને ત્યાં શ્રી રમણિકલાલ શેઠ અને તેમના ચાર-પાંચ સિનિયર સિટીઝન મિત્રો અચૂક બેસવા આવતાં, ગપ્પા મારતાં પોતાની સુખ-દુખની તેમજ પોતાનાં જીવન દરમિયાન બની ગયેલી ઘટનાઓની વાતો કરતાં, હસી-મજાક કરતાં અને એકાદ કલાક સાથે બેસીને છૂટા પડતાં. તેમનું એક આ સુંદર અને નજર લાગી જાય તેવું "યંગઓલ્ડેજ ગૃપ" હતું. એક દિવસ રમણિકલાલના એક મિત્ર અને આ