હાઇવે રોબરી - 39

(22)
  • 3.5k
  • 1
  • 1.8k

હાઇવે રોબરી 39 સોનલે બ્રેક મારવી પડી કેમકે આગળની ગાડી ઉભી થઇ ગઇ હતી. સોનલે રિયર વ્યુ મીરરમાં જોયું , પાછળ પણ એક ગાડી બિલકુલ પાછળ ઉભી થઇ ગઇ હતી. સોનલને વિચાર આવ્યો કે કદાચ આગળની ગાડી ખરાબ થઈ ગઈ હશે. અને આગળની ગાડીમાંથી બે વ્યક્તિ વ્યવસ્થિત કપડાંમાં ઉતર્યા અને સોનલની ગાડી તરફ આવ્યા. સોનલને એ લોકોનું પાછળ આવવું અજુગતું લાગ્યું , પણ એ હજુ વધારે વિચારે ત્યાં સુધીમાં બન્ને માણસો તેના અને નંદિની તરફ , કારના દરવાજામાં રિવોલ્વર તાકીને ઉભા થઇ ગયા. એ માણસે દરવાજો ખોલવા ઈશારો કર્યો.