વિરહ

  • 1.6k
  • 562

"અરે પણ યાર કેમ તારે આમ દૂર જવું છે મારાથી?!" સુરભી બોલી. "બસ એમ જ! કેમ કે હું તને લવ નથી કરતો હવે!" મલયે કહ્યું. "જો આવું ના બોલ તું પ્લીઝ, હું યાર બરબાદ થઈ જઈશ!" સુરભીએ સચ્ચાઈ કહી. "સારું... દૂર જ જવું છે ને થઈ જા દૂર... પણ બસ એક વાર મને કારણ તો કહી દે!" સુરભીએ આંસુ રોકતા કહ્યું. "કેમ કે મારી લાઇફમાં... મારી લાઇફમાં બીજી કોઈ છે!" મલયે કહ્યું તો સુરભીના પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ! "વૉટ?!" એના મોંમાંથી નીકળી ગયું. "સારું... તો શું નામ છે એ ખુશનસીબ છોકરીનું?!" બનાવટી હસતાં સુરભી બોલી. "સરોજ!" જાણે કે કહેવાની તૈયારીમાં જ ના આવ્યો