જટાશંકર જટાયુ કોવિડ સાથે ભેટો - ભાગ 3

  • 3.8k
  • 1
  • 1.6k

જટાશંકર જટાયુ કોવિડ સાથે ભેટો સવારે પાંચ વાગ્યાની છડી પોકારતું એલાર્મ રણકી ઊઠયું. આમ તો રણકી ઊઠયું નહી પણ ચિત્કારી ઉઠ્યું એમ જ કહેવાય કારણ કે એ રીંગટોનમાં પસંદ કરેલું સંગીત રેલાતું નહોતું પણ બાજુમાં સૂતેલા જટાશંકર જટાયુના કાનમાં રેડાતું હતું. જટાશંકર જટાયુ તો સુવાળા સપના જોતાં-જોતાં પટકાયા વર્તમાનમાં અને હાંફળા-ફાંફળા હાથે પોતાનો મોબાઇલ ફોન ફંફોસવા માંડયા. મોબાઈલ ક્યાં ગયો એ શોધવા માટે તો પહેલા ચશ્મા શોધવા પડે અને ચશ્મા શોધવા માટે પોતાની ઘરડી આંખો ચોળે એના પહેલા જ એમના ધર્મપત્નીએ રોજની જેમ બાજુના ટેબલ પર મુકેલા ફોનનું બટન દબાવી એને મૂંગો કર્યો. ફોનને મુંગો કરીને એમણે બબડવાનું ચાલુ