ગરબાની રાત, પ્રેમનો સાથ

  • 2.7k
  • 1
  • 694

"ઓય, શું મતલબ?" સુનાલી બસ એણે કંઇક કહી જ દેવા માંગતી હતી, કંઇક એવું કે જાણે કે જેના કહેવાથી એના દિલને એક સુકુન મળી જાય! "હા, તું રોહિતની બાઈક પર આવજે, એમ પણ તો કાલે મારી બાઈક પર થોડી આવી હતી તું!" એક ખૂબસૂરત ચહેરા પર બહુ જ ચિંતા હતી! આછા ગુલાબી રંગની ચોળીમાં એ બહુ જ સુંદર લાગી રહી હતી. "હા, આપને બંને આજે એક સાથે નહી જઈએ.." પ્રકાશે સાફ સાફ કહી જ દીધું! સુનાલીને તો આખાય શરીરે એક કંપારી આવી ગઈ! "સારું, તો જા એકલો ગરબા રમવા, મારે આવવું જ નહી!" સુનાલીએ ફેંસલો સંભળાવ્યો! "ઓકે.." પ્રકાશ બોલ્યો તો,