વિશ્વ ખાદ્ય દિવસ

  • 3.1k
  • 894

વિશ્વ ખાદ્ય દિન કવિ ઉમાશંકર જોશીની કવિ પંક્તિ આજે યાદ આવે છે: ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, તો ખંડેરની ભસ્મકણી ય ન લાધશે.” કેમકે જગતમાં આજે પણ અનેક લોકો છે, જેઓ ભૂખમરા સામે લડી રહ્યાં છે. આ મામલે વિકાસશીલ અને વિકસિત દેશોમાં કોઈ ફરક નથી.૨૦૫૦ સુધી જગતની વસ્તી નવ અબજ હોવાના અનુમાન છે, જેમાના ૮૦ ટકા જેટલા લોકો વિકાસશીલ દેશોમાં રહેતાં હશે. આટલી મોટી વસ્તી માટેના ખોરાકની સમસ્યા કેવી રીતે હલ કરવી તે આજના જગતની સામેનો મોટો પડકાર છે. દુનિયામાં એક તરફ એવા અનેક લોકો છે જેમના ઘરમાં ખૂબ ખોરાક બરબાદ થાય છે અને ફેંકી દેવાય છે.