પ્રાયશ્ચિત - 26

(87)
  • 10.5k
  • 3
  • 8.9k

પ્રાયશ્ચિત પ્રકરણ - 26કેતનની વાત સાંભળીને વેદિકા તો આભી બનીને કેતનની સામે જોઈ જ રહી. આટલી બધી મહાનતા છે આ વ્યક્તિમાં !!!હજુ પણ વેદિકાના માન્યામાં આવતું ન હતું. લગ્નની વાત બાજુમાં મૂકીને કેતને મારા દિલ નો વિચાર કર્યો. મારા પ્રેમનો , મારી લાગણીઓનો વિચાર કર્યો. " વેદિકા આજે ને આજે જ જવાબ આપવાની કોઈ ઉતાવળ નથી. બે વર્ષના તમારા સંબંધો છે. જયદેવે સંબંધ તારા પપ્પાની ધમકીના કારણે તોડ્યો છે. બની શકે કે એ આજે પણ તને ચાહતો હોય. બે દિવસ સુધી શાંતિથી વિચારી લે. જરૂર લાગે તો એને મળી પણ લે. પછી તારી ખરેખર શું ઈચ્છા છે એ તું મને વોટ્સએપ