પ્રેમની ક્ષિતિજ - 20

  • 2.8k
  • 2
  • 1.2k

પ્રેમની તરસે તરસતું રૂપાળું ચાતક નામનુ હૈયું...... જે ફક્ત લાગણીની ભાષા સમજે છે રંગ ,રૂપ જ્ઞાતિ, ધર્મ તેના શબ્દકોશમાં જ નથી.પ્રેમ તો છે પોતાની જ હકારાત્મકતાનું પારદર્શક પ્રતિબિંબ, માનવીને ગમતું પોતાનું અદકેરું સુખ.... મૌસમ અને લેખા ઘણા સમય પછી મળી તો વાતો ખૂટતી ન હતી અને સમય ખૂટી રહ્યો હતો. મૌસમના કહેવાથી બંને એક મોલમાં ગયા અને ત્યાંથી એક રેસ્ટોરન્ટમાં જમવા. લેખા :-"મૌસમ, એક વાત કહું?" મૌસમ :-" હા,બોલ તું ક્યાંરથી પૂછતી થઈ ગઈ?" લેખા :-"ખબર નહિ પણ મારું મન આજે તારી ચિંતા કરે છે. આખી દુનિયાને ભલે તું અલ્લડ અને બેફિકર લાગે પણ મારું હૃદય તને ઓળખે