જાદુઈ પુસ્તક અને શિવાંશ - 12

  • 3.3k
  • 2
  • 1.7k

12 કહેવાય છે ને કે પોતાની જાતને મદદ જાતે જ કરવી પડે છે, બીજું કોઈ ના કરી શકે. ભગવાન પણ આપણને મદદ ત્યારે જ કરી શકે જયારે આપણે લડવા તૈયાર હોઈએ. આવું જ થયું શિવાંશ જોડે, એને મદદ કરનાર પણ મળી ગયા હતા. બસ તેમની પાસે મદદ લેવી કે નહીં તે નક્કી શિવાંશને કરવાનું હતું. "બેટા, તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?" શિવાંશે અચકાતા કહ્યું કે, "મારું નામ શિવાંશ છે..." "સરસ નામ છે, અહીં કેમ આવ્યો છે?" "હું તમને કહું તો પછી...." "સારું તું કહે, હું કોઈને નહીં કહું." "મારી નાની બહેન પરી, પર કોઈએ કાળો જાદુ કર્યો છે.