જાદુઈ પુસ્તક અને શિવાંશ - 3

(11)
  • 4k
  • 2
  • 2k

3 બગીચામાં પરી પાંચ વર્ષની બાળકી હિંચકા ખાઈ રહી હતી. એકદમ જ સુંદર જાણે નાનકડી પરી જોઈ લો, તેના ચહેરા પરની હસી અને એ વખતે તેના ગાલ પર પડતા ખાડા. તેને જોઈને રમાડવાનું મન થાય પણ મન ધરાય નહીં એવી સુંદર પરી હતી. બાજુમાં તેનો નવ વર્ષનો ભાઈ યશ પણ લપસણી ખાઈ રહ્યો હતો. તે ભલે નવ વર્ષનો જ હતો પણ બરાબર તેની બહેનનું ધ્યાન રાખી રહ્યો હતો. જાણે તેનો મોટોભાઈ અને રક્ષક ના હોય. બંને જણા રમતા રમતા થાકી ગયા અને ભૂખ પણ સતત લાગી તો ભાઈ બહેન દોડતા દોડતા પોતાની ઘરે ગયા અને સારિકાને કહ્યું કે, "મા... મા...