જાદુઈ પુસ્તક અને શિવાંશ - 2

  • 4.1k
  • 1
  • 2k

2 લીલા કામ પતાવીને નવરી પડી એટલે તે જયંતી જોડે ગઈ. તે પગમાં તેલની માલિશ કરી રહ્યા હતા, તે લીલા કરવા લાગી. તે બોલી કે, " બા, તમે શું કામ શેઠને કંઈ નહીં કહેતાં, તે કેટલું વઢે છે તમને? હું તમારી જગ્યાએ હોઉં ને તો ફટ લઈને તેના જ માથામાં મારું." "તે તું રામલાલને અત્યારથી જ મારે છે, હે લીલા?" લીલા શરમાઈ ગઈ અને જયંતી હસવા લાગી. " શું બા તમેય એમને એમ તો શું કામ મારું!" લીલા શું બોલી નાખ્યું એ ખબર પડતાં જ મ્હોંમાંથી જીભ બહાર નીકળી ગઈ. "બા હું એમ નથી કહેવા માંગતી...." "રહેવા દે, મને બધી