નાટક: પ્રસાદ

  • 11.6k
  • 1
  • 3.8k

જય સ્વામિનારાયણ .....જય સ્વામિનારાયણ....આ પપૂડાની મા ક્યાં ગઈ?રેશ્મા વહુ : અરે બા....આ..રહી....શું વાત છે એ કહો ને....ડોશીમા : હું... સ્વામિનારાયણ મંદિરે જાઉં છું અને ત્યાં પ્રસાદ લઈને આવું છું. આજે મારે અગિયારશનો ઉપવાસ છે એટલે હું કહું એટલો પ્રસાદ.ઘેર બનાવજો. મારે ફક્ત પ્રસાદ ખાઈને દિવસ કાઢવાનો છે એટલે...રેશ્મા વહુ : અરે! " બા " ચિંતા ના કરો. શું બનાવાનું છે? એ કહેતા જાઓ બની જશે.ડોશીમા : તો સ્વામિનારાયણના પ્રસાદમાં વધારે નહીં તો 1 કિલો લોટના લાડુ બનાવજે ઘી ભરચક નાખજે અને ખાંડના લાડુ નહીં પરંતુ ગોળના લાડુ બનાવજે...રેશ્મા : બા એકલા લાડુ પ્રસાદમાં ચાલશે ને કે બીજુ બનાવવાનું છે....ડોશીમા :