પ્રકરણ-૮. પ્રવીણ પીઠડીયા. પૂજારી પહેલીવાર ઢિલો પડયો. રાજડાનાં સવાલથી તે થોડો ઓઝપાયો હતો. તેનું રોદ્ર સ્વરૂપ ક્ષણભર પૂરતું સૌમ્ય બન્યું. રાજડાએ એ ફેરફાર નોંધ્યો હતો અને તેની મુસ્કાન ઓર ગહેરી બની. તે યોગ્ય દિશામાં જઈ રહ્યો હતો. “કેમ, તને યાદ નથી..?” તેણે પ્રશ્ન ઉછાળ્યો. “શું યાદ નથી..?” “તારા કરતૂત. તેં જે કર્યું હતું એ.”