પ્રેમ - પ્રકરણ-2

(6.7k)
  • 4.5k
  • 1
  • 2.5k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, આરતીના પપ્પા ચુસ્ત જ્ઞાતિવાદી હતાં તેથી તેમણે આ લગ્ન માટે ધરાર "ના" પાડી દીધી અને આરતીને છેતરીને પોતાના સંબંધીને ત્યાં રહેવા માટે મોકલી દીધી. આરતીને જ્યારે તેના કોઈ સગાંવહાલાંને ત્યાં મૂકી આવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આરતીએ પોતાના મમ્મી-પપ્પાને સમજાવવાનો ખૂબજ પ્રયત્ન કર્યો તે પોતાના મમ્મી-પપ્પાને બે હાથ જોડીને રડીને ખૂબજ વિનંતી કરી રહી હતી કે, " પપ્પા, ઉમંગ ખૂબ સારો છોકરો છે, સંસ્કારી છે, એકનો એક છે, મને ખૂબ પ્રેમ કરે છે, મને જીવનમાં ક્યારેય દુઃખી નહિ કરે અને પૈસેટકે પણ ખૂબ સુખી છે. જ્ઞાતિની આડમાં તમે મારું જીવન હોડમાં મૂકી રહ્યા છો..!! હું