ઘડિયાળમાં બારના ટકોરા થયા એવા વિનીત, મમતાબેન અને ગરિમાબેને અંતરાની રૂમમાં પગ મૂક્યો. “ શુ કહી ગયા ડૉકટર? કેમ તાત્કાલિક અમને હોસ્પિટલમાં બોલાવ્યા? હજુ તો મનોજના ટિફિનની રોટલી પણ બનાવવાની બાકી હતી... શિફોનના વાયોલેટ કલરના અનારકલી સ્ટાઈલના ડ્રેસ સાથે સ્લિંગબેગ હલાવતાં હલાવતાં ગરિમા બબડી. સારું થયું મમતા તું માં પાસે જ રોકાઇ ગઇ હતી. નહિ તો સાંતાક્રુઝથી ક્યારે અહીં આવત?” મમતા ચૂથેલા કોટનના બાંધણી ડ્રેસમાં જ આવી ગઈ હતી. તેના વાળ આખા વિખરાયેલા હતા. ત્યાં જ સિસ્ટર રૂમમાં આવીને બોલી, “ આપકો ડૉકટર સાહબ બુલા રહે હૈ... જલ્દી ચલો, ઉનકો એક ઇમરજન્સી ઓપરેશન કે લિયે જાના હૈ” સિસ્ટરની સાથોસાથ