લોસ્ટ - 30

(34)
  • 4.1k
  • 2
  • 2k

પ્રકરણ ૩૦આજે રાધિકા અને રાવિકાના લગ્ન હતાં, બન્નેના લગ્ન દેશવિદેશની મીડિયા માટે એક મહત્વનો વિષય હતો. એક અઠવાડિયાથી સોશિઅલ મીડિયા અને મીડિયામાં રાઠોડ સિસ્ટર્સ વેડિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, રાવિ અને રાધિ તૈયાર થઈને એક ઓરડામાં બેઠી હતી.જિજ્ઞાસા અને રયાન પણ બન્નેના લગ્ન માટે આવી ચુક્યાં હતાં, આખો પરિવાર લગ્નોત્સવ માણી રહ્યો હતો ત્યારે રાધિ અને રાવિ આધ્વીકા-રાહુલને યાદ કરી રહી હતી, "મમ્મા.... પપ્પા... આજે તમારી બહુ યાદ આવે છે.""યાદ તો આવશે જ ને, માબાપ કોને યાદ ન આવે?" જિજ્ઞા ઓરડામાં આવી અને બન્ને છોકરીઓના માથા પર હાથ મુક્યો."માસી...." બન્ને છોકરીઓ જિજ્ઞાસાને વળગીને રડી પડી."બસ બસ, મેકઅપ ખરાબ થઇ જશે."